IPL

દિનેશ કાર્તિક નિવૃત્તિ બાદ આ જોબ કરશે, RCBના હેડ કોચે ફ્લાવરે જણાવ્યું

Pic- cricinformer

IPL 2024 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. IPL 2024માં સૌને ચોંકાવનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમની સફર હવે પૂરી થઈ ગઈ છે.

RCBની હારથી એક તરફ વિરાટ કોહલીની આંખોમાં આંસુ જોવા મળ્યા તો બીજી તરફ ભારતના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે હવે નિવૃત્તિની જાહેરાત કરી છે.

મહેન્દ્ર સિંહ ધોની પહેલા પણ દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું અને તે અત્યાર સુધી રમી રહ્યો હતો. દિનેશ કાર્તિક અત્યાર સુધી આઈપીએલમાં કુલ 6 ટીમો તરફથી રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન દિનેશ કાર્તિકે 257 મેચ રમીને 4,842 રન બનાવ્યા, જે દરમિયાન તેણે 22 અડધી સદી ફટકારી. વિકેટકીપર તરીકે તેણે વિકેટ પાછળ 145 કેચ અને 37 સ્ટમ્પિંગ પણ કર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે એલિમિનેટરમાં હાર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ દિનેશ કાર્તિક કયા રોલમાં જોવા મળશે તે જાણવા ચાહકો ઈચ્છે છે.

એલિમિનેટર મેચમાં RCBની હાર બાદ ટીમના કોચ એન્ડી ફ્લાવરે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકના વખાણ કર્યા અને કહ્યું કે, IPL 2024ની શરૂઆત પહેલા વધારે ક્રિકેટ રમી ન હતી. આમ છતાં તે સિઝનમાં ટીમ માટે સારું રમ્યો હતો.

એન્ડી ફ્લાવરે કાર્તિકના ભવિષ્ય તરફ ઈશારો કરીને કહ્યું કે, તે કોમેન્ટ્રી કરવાનું પસંદ કરે છે અને તેણે આ વ્યવસાયમાં સફળતા પણ મેળવી છે. તેને કોચિંગનો વિચાર પણ ગમે છે અને તે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહે છે.

આરસીબીના કોચ એન્ડી ફ્લાવરે ભારતીય વિકેટકીપરની કોચિંગ કુશળતાની પ્રશંસા કરી અને કહ્યું કે, ‘જ્યારે પણ દિનેશ કાર્તિક કોચિંગ કરવાનું નક્કી કરશે ત્યારે તે આ કામ ખૂબ જ સારી રીતે કરશે.’

Exit mobile version