ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ટોચની ચાર ટીમોમાં ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમને શાનદાર રમત દેખાડતા આંચકો લાગ્યો છે. ટીમનો વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેમિરે અંગત કારણોસર ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડીને પોતાના દેશ પરત ફર્યો છે.
પોતાના સ્ટાર બેટ્સમેનની ઘરે પરત ફરવાની માહિતી ટીમ દ્વારા જ શેર કરવામાં આવી છે. તેના જવાથી ટીમને ચોક્કસ નુકસાન થયું છે, પરંતુ તેનું કારણ ખુશી છે, તેથી ટીમ તેને લઈને ઉત્સાહિત છે.
રાજસ્થાન રોયલ્સના વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર તેના પ્રથમ બાળકના જન્મને કારણે IPLની મધ્યમાં ગયાના જવા રવાના થયો હતો. ટીમ દ્વારા તેમના જવા પહેલાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વિદાય લેતા પહેલા હેટમાયરને ટીમના તમામ ખેલાડીઓએ ગળે લગાવીને આવકાર્યા હતા. રોયલ્સે ટ્વીટ કર્યું કે, “અમે તેને (હેટમાયર)ને ગમે તે રીતે મદદ કરી રહ્યા છીએ અને અમારી શુભેચ્છાઓ તેની અને તેની પત્ની નિર્વાની સાથે છે.”
ફ્રેન્ચાઇઝીએ ખુલાસો કર્યો છે કે બાળકના જન્મ પછી હેટમાયર મુંબઈ પરત ફરશે અને આઈપીએલની બાકીની મેચોમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. “અમે આશા રાખીએ છીએ કે શિમરોન ફરીથી મુંબઈ પરત ફરશે અને આઈપીએલ 2022માં અમારી બાકીની મેચો રમવા માટે ઉપલબ્ધ રહેશે.”
રાજસ્થાનની ટીમે આગામી મેચ 11 મેના રોજ દિલ્હીની ટીમ સાથે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમવાની છે. આ પછી ટીમે 15 મેના રોજ બ્રાવાન સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાનું છે. હેટમાયર મુંબઈમાં યોજાનારી આ મેચ પહેલા ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા છે.

