IPL 2022 ની ફાઈનલ રાજસ્થાન રોયલ્સ માટે બિલકુલ સારી ન હતી. આ મેચમાં રાજસ્થાનના બેટ્સમેન અને બોલર બંને નિષ્ફળ રહ્યા હતા.
ભલે ટીમ આ સિઝનમાં પણ IPL ટાઇટલ જીતી શકી ન હતી, પરંતુ ઘણા ખેલાડીઓ પોતાની રમતથી ચાહકોના દિલ જીતવામાં સફળ રહ્યા હતા. રાજસ્થાનની ટીમના એક બોલરે પણ IPLનો મોટો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો.
IPL 2022 માં, રાજસ્થાન રોયલ્સના જાદુઈ બોલર, યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. તેણે આ સિઝનમાં મોટા બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવ્યા. યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં 27 વિકેટ લીધી હતી. આ મેચમાં તેને વિકેટ મળતા જ તે IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર બની ગયો હતો. IPLના ઈતિહાસમાં આ પહેલા પણ સ્પિનરે એક સિઝનમાં આટલી વિકેટ લીધી ન હતી.
IPLની આ સિઝન પહેલા માત્ર 2 સ્પિનરો પર્પલ કેપ જીતી શક્યા હતા, યુઝવેન્દ્ર ચહલ IPLમાં આવી સિદ્ધિ મેળવનાર ત્રીજો સ્પિનર બન્યો હતો. યુઝવેન્દ્ર ચહલ પહેલા પ્રજ્ઞાન ઓઝાએ વર્ષ 2010માં આ કારનામું કર્યું હતું. પ્રજ્ઞાન ઓઝાએ ડેક્કન ચાર્જર્સ તરફથી રમતા 16 મેચમાં 21 વિકેટ લીધી હતી. તે જ સમયે, ચેન્નાઈ તરફથી રમતા લેગ સ્પિનર ઈમરાન તાહિર 12મી સિઝનમાં સૌથી વધુ 26 વિકેટ ઝડપનાર બોલર હતો.
ફાઈનલ મેચ પહેલા, RCBના વાનિન્દુ હસરંગા 26 વિકેટ સાથે પર્પલ કેપની યાદીમાં ટોચ પર હતો. યુઝવેન્દ્ર ચહલે છેલ્લી બે મેચમાં એક પણ વિકેટ લીધી ન હતી, પરંતુ તેણે ફાઇનલમાં વિકેટ લઈને પર્પલ કેપ કબજે કરી હતી.
