24 વર્ષીય બોલરે દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસી અને ધોની વિકેટ લીધી હતી…
દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર આવેશ ખાને કહ્યું છે કે ચેન્નઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની પ્રથમ મેચમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની મૂલ્યવાન વિકેટ તેના માટે ઘણા વર્ષોથી સપનું સાકાર થવા જેવુ હતું.
ઈન્દોરના 24 વર્ષીય બોલરે દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસી અને ધોની વિકેટ લીધી હતી. શનિવારે તે મેચમાં દિલ્હી કેપિટલ્સએ ચેન્નાઈ સુપર કિંગ્સને સાત વિકેટથી હરાવી હતી.
ટીમે જારી કરેલી રજૂઆતમાં અવશે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા મને માહી ભાઈની વિકેટ લેવાની તક મળી હતી પરંતુ તે કેચ છોડી દીધો હતો. હવે મારું સ્વપ્ન પૂર્ણ થયું છે અને હું ખૂબ જ ખુશ છું.
આવેશે કહ્યું, ધોની થોડા સમય માટે સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો ન હતો, તેથી અમે તેના પર દબાણ લાવવા માટે વ્યૂહરચના અપનાવી હતી અને તેથી જ હું તેની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
તેણે કહ્યું કે, “હું પ્રથમ મેચમાં મારા પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું અને ટીમે જીત મેળવી તેનાથી વધુ ખુશ છું. મેં માહી ભાઈ અને ફાફ ડુ પ્લેસીની વિકેટથી વિજયનો પાયો નાખ્યો. ટીમ મેનેજમેન્ટે આપેલી ભૂમિકા ભજવવાથી હું ખૂબ જ ખુશ છું.”

