IPL

જાણો IPL 2024નો સૌથી મોંઘા અને સસ્તો કેપ્ટન કોણ છે, એક ભારતીય સામેલ

pic- times of sports

ઈન્ડિયન પ્રીમિયર લીગને માત્ર સૌથી મોટી જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ પણ કહેવાય છે. કારણ કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઈઝી પોતાના મનપસંદ ખેલાડીઓને ખરીદવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે.

હાલમાં IPL 2024 ટૂર્નામેન્ટ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગના 2024માં સૌથી મોંઘા અને સસ્તો કેપ્ટન કોણ છે.

આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સને 20.5 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો હતો. પેટ કમિન્સ IPL 2024નો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. આ સાથે પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો કેપ્ટન બની ગયો છે અને તે હાલમાં હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

જો આપણે IPL 2024 ટૂર્નામેન્ટના સૌથી સસ્તા કેપ્ટનની વાત કરીએ. તો ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ તે યાદીમાં પ્રથમ સ્થાને છે. કારણ કે ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સે 8 કરોડમાં ખરીદ્યો હતો. આ પછી, IPL 2024 ની શરૂઆત પહેલા, મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને આપી.

Exit mobile version