ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં શુક્રવારે બે મેચ રમાશે. આઇપીએલના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે એક જ દિવસે બે મેચ એક જ સમયે રમાશે. IPLની 55મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઓછી છે. બીજી બાજુ, સનરાઇઝર્સ હૈદરાબાદ ઘણા સમય પહેલા પ્લેઓફમાંથી બહાર થઇ ગયું છે. જો મુંબઈ પ્લેઓફમાં પહોંચવા માંગે છે, તો તેણે હૈદરાબાદને મોટા અંતરથી હરાવવું પડશે અને નેટ રન રેટમાં સુધારો કરવો પડશે. પ્લે ઓફમાં KKRનું સ્થાન લગભગ નિશ્ચિત છે.
શુક્રવારે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. IPL 14માં લીગ સ્ટેજની આ છેલ્લી મેચ હશે. પ્લે ઓફમાં સ્થાન મેળવનાર RCB ને તેની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તે અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. બીજા ક્રમે આવવાની તેની તકો ઓછી છે. આરસીબી પાસે હાલમાં 16 પોઈન્ટ છે અને નેટ રન રેટ ચેન્નાઈ સુપર કિંગ્સ કરતા ઓછો છે. તે જ સમયે, દિલ્હી કેપિટલ્સની ટીમ ટોચ પર છે. તેણે તેની પાંચમાંથી 4 મેચ જીતી હતી.
આ મેચ ક્યારે અને ક્યાં રમાશે?
– આઈપીએલ 2021ની 55મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 8 ઓક્ટોબરે અબુ ધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
IPLની 56મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 8 ઓક્ટોબરે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
મેચ કેટલા વાગે શરૂ થશે?
– સનરાઇઝર્સ હૈદરાબાદ vs મુંબઇ ઇન્ડિયન્સની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા સાંજે 7 વાગ્યે ટોસ યોજાશે.
– રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા સાંજે 7 વાગ્યે ટોસ યોજાશે.
લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
– સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બંને મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશો.
લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
– તમે ડિઝની + હોટસ્ટાર એપ્લિકેશન પર બંને મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.

