આ ઇનિંગ બાદ સંજુની ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) ની પાંચમી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઇએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવી 216 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. રાજસ્થાનના આ વિશાળ સ્કોરમાં સંજુ સેમસન અને સ્ટીવ સ્મિથનો મોટો હાથ હતો. સંજુએ 74 રનની ઇનિંગ ફટકારી હતી અને સ્ટીવ સ્મિથે પણ અડધી સદી ફટકારી હતી. અંતમાં જોફ્રા આર્ચેરે પણ માત્ર 8 બોલમાં 27 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ સંજુની ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
સંજુ સેમસન ક્રીઝ પર આવતાની સાથે જ સિક્સરનો વરસાદ શરૂ કર્યો હતો અને તેની 32 બોલની ઇનિંગ્સમાં નવ સિક્સર ફટકારી હતી. તેણે કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે બીજી વિકેટ માટે 121 રન ઉમેર્યા હતા. સ્મિથે 47 બોલમાં 69 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને સમાન સિક્સર હતી.
ગૌતમ ગંભીરએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ સાથે ટ્વીટ કરીને લખ્યું છે કે, સંજુ સેમસન માત્ર ભારતનો શ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન નથી, પરંતુ ભારતનો શ્રેષ્ઠ યુવા બેટ્સમેન પણ છે.
Sanju Samson is not just the best wicketkeeper batsmen in India but the best young batsman in India!
Anyone up for debate?— Gautam Gambhir (@GautamGambhir) September 22, 2020

