શ્રીલંકામાં સપ્ટેમ્બરની શરૂઆતમાં તે શક્ય છે અને ટીમો એકબીજા સામે બે મેચ રમવાને બદલે એક-એક મેચ રમી શકે છે…
કોરોના વાયરસ હોવા છતાં, બીસીસીઆઈના તાજેતરના એક નિવેદનમાં કહ્યું હતું કે આઈપીએલ 13ના આયોજનની સંભાવના છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ માને છે કે આઈપીએલની 13 મી સીઝન સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે.
જોકે, ગાવસ્કરે શ્રીલંકામાં 13 મી સીઝન યોજવાની આશા રાખી છે. તે જ સમયે, ગાવસ્કર કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયાના કોરોનાથી પાર થાય તો પછી વર્લ્ડ કપ યોજવાની સંભાવના મજબૂત બની જસે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનું માનવું છે કે ઓસ્ટ્રેલિયન સરકારની રમત-ગમતના કાર્યક્રમોમાં 25 ટકા દર્શકોની હાજરીને કારણે વર્લ્ડ કપ યોજવાની સંભાવના વધી ગઈ છે. ગાવસ્કરે એમ પણ કહ્યું છે કે આઈપીએલ કરતા વર્લ્ડ કપનું આયોજન કરવાની વધુ સંભાવના છે.
ગાવસ્કરે કહ્યું, ઓસ્ટ્રેલિયન સરકારની ઘોષણા બાદ હવે ઓક્ટોબરમાં ટી -20 વર્લ્ડ કપ યોજાય તેવી પૂરે પૂરી સંભાવના લાગે છે. ટીમોને ત્રણ અઠવાડિયા અગાઉથી આવવું પડેશે છે અને પ્રેક્ટિસ કરવા માટે સાત દિવસ મળશે, જ્યારે 14 દિવસ અલગ રહેવું પડશે.
ગાવસ્કર કહ્યું કે વર્લ્ડ કપ યોજાય તેવી સંભાવનાને કારણે ઓક્ટોબરમાં આઈપીએલનું આયોજન થઈ શકતું નથી. જોકે, ગાવસ્કરે એમ પણ કહ્યું કે શ્રીલંકામાં બીસીસીઆઈ એક નાનો આઈપીએલ ગોઠવી શકે છે.
ગાવસ્કરે કહ્યું કે, સપ્ટેમ્બરમાં ચોમાસાને કારણે ભારતમાં આઈપીએલ ન થઈ શકે. શ્રીલંકામાં સપ્ટેમ્બરની શરૂઆતમાં તે શક્ય છે અને ટીમો એકબીજા સામે બે મેચ રમવાને બદલે એક-એક મેચ રમી શકે છે.