IPL 2024માં ગુજરાત ટાઇટન્સની કમાન શુભમન ગિલના હાથમાં રહેશે. આ પહેલીવાર હશે જ્યારે શુભમન ગિલ IPLમાં ખેલાડી તરીકે રમશે. આ સિઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે.
ગુજરાત ટાઇટન્સ અને અફઘાનિસ્તાનનો ખેલાડી રાશિદ ખાન ઈજામાંથી સાજા થઈને મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે આયર્લેન્ડ સામેની ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી અને તેના માટે સર્જરી કરાવવી પડી હતી. ત્યારથી રાશિદ ક્રિકેટથી દૂર હતો.
રાશિદે પરત ફરતા પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) સાથે વાત કરતા કહ્યું કે મારી ટ્રેનિંગ ચાલી રહી છે અને તે સારી રીતે ચાલી રહી છે. મને આશા છે કે થોડા દિવસો પછી હું ફરીથી રાષ્ટ્રીય જર્સી પહેરી શકીશ અને મારા દેશ માટે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશ. છેલ્લા ત્રણ મહિના મુશ્કેલ હતા કારણ કે મારી સર્જરી હતી. હું છેલ્લા સાત-આઠ મહિનાથી કમરના દુખાવાથી પરેશાન હતો અને ડૉક્ટરે મને વર્લ્ડ કપ પહેલા સર્જરી કરાવવાનું કહ્યું હતું, પરંતુ મેં વર્લ્ડ કપ રમ્યા બાદ સર્જરી કરાવવાનું નક્કી કર્યું કારણ કે તે એક મહત્વપૂર્ણ ઘટના હતી.
ગુજરાત ટાઇટન્સની સંપૂર્ણ ટીમ:
શુભમન ગિલ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, સુશાંત મિશ્રા, શાહરૂખ ખાન, કાર્તિક ત્યાગી, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમ્સન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ મોહમ્મદ શાહ, શાહરૂખ શાહ , નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, રોબિન મિન્સ, સ્પેન્સર જોન્સન, માનવ સુતાર અને મોહિત શર્મા.