ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં પ્રથમ વખત ટુર્નામેન્ટમાં સામેલ થનાર ગુજરાત ટાઇટન્સની ટીમે પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી. 12 મેચો પછી, 9 જીતથી 18 પોઈન્ટ સાથે, ટીમે ટેબલમાં ટોચ પર રહીને પ્લેઓફની ટિકિટ સુરક્ષિત કરી.
આ સિઝનમાં ગુજરાતની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. 12 મેચ રમનાર ટીમને અત્યાર સુધી માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમને પ્રથમ સતત ત્રણ મેચ જીત્યા બાદ પ્રથમ હાર મળી હતી. આ પછી ગુજરાતની ટીમે ધમાકેદાર વાપસી કરી અને સતત 5 મેચ જીતી. છેલ્લી સતત બે મેચ હાર્યા બાદ અહીં પહોંચેલી ટીમે લખનૌ સામે વાપસી કરી હતી અને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી હતી.
જોકે, જીત બાદ ખીલાદીઓ પોત પોતાની રીતે આનંદો માણી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સનો મુખ્ય બોલર મોહમ્મદ શામીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ચેનલ પર એક વિડિઓ શેર કર્યો છે. જેમાં તે નાવમાં ચિકન સોસેજને ગ્રીલ્લ કરતો નઝરે દેખાઈ છે. જોકે આ વિડિઓ દુબઈનો છે.
ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આ IPL સિઝનમાં દરેક મેચમાં પોતાની ટીમને સારી શરૂઆત અપાવી છે. તેણે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી છે. શમીએ 12 મેચમાં 7.87ની ઇકોનોમી અને 23.12ની એવરેજથી 16 વિકેટ લીધી છે. વર્તમાન સિઝનમાં 25/3 તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. બાકીની મેચોની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સની એક મેચ ચેન્નાઈ અને બંગલોર સામે બાકી છે.