IPL

હરભજનસિંહનો ખુલાશો: આ કારણોસર આઇપીએલ છોડવાનું નક્કી કર્યું!

ભજ્જીનું નામ આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ બોલરોમાં સામેલ છે…

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સુરેશ રૈના બાદ ટીમના અન્ય સિનિયર ખેલાડીએ વ્યક્તિગત કારણોસર આઈપીએલની 13 મી સીઝનમાંથી ખસી જવાનો મોટો નિર્ણય લીધો છે. ટીમના સિનિયર સ્પિનર ​​હરભજનસિંહે અંગત કારણોસર ટૂર્નામેન્ટમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. ભજ્જીએ પોતે કહ્યું હતું કે તેઓ અંગત કારણોસર આ સિઝનમાં ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.

40 વર્ષીય ભજ્જીએ શુક્રવારે કહ્યું હતું કે ‘મેં આ વિશે સીએસકે મેનેજમેન્ટને કહ્યું છે કે હું આ વર્ષે આઈપીએલમાં રમી શકીશ નહીં. અંગત કારણોસર મેં આ વર્ષે વિરામ લેવાનું નક્કી કર્યું છે. મને આશા છે કે લોકો મારા નિર્ણયનો આદર કરશે.’ ભજ્જીનું નામ આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ બોલરોમાં સામેલ છે. ભજ્જીએ 150 આઈપીએલ વિકેટ લીધી છે.

ભજ્જી ટીમ સાથે યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) માટે રવાના ન થયા, તે પછીથી ટીમમાં જોડાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સુરેશ રૈના ટીમ સાથે દુબઈ પહોંચ્યો હતો, પરંતુ બે ખેલાડીઓ સહિત 13 સીએસકે સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ રૈનાએ વ્યક્તિગત કારણો દર્શાવીને આઈપીએલ 2020 થી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો અને દુબઈથી ભારત પરત ફર્યો.

 

Exit mobile version