IPL

IPL ફાઇલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ત્રીજો કેપ્ટન બન્યો હાર્દિક પંડ્યા

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ IPL 2022ની ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 130 રનથી રોકવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

તેણે આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તેણે રાજસ્થાનના શ્રેષ્ઠ બેટ્સમેનોની તમામ વિકેટ લીધી હતી. તેણે જોસ બટલર, સંજુ સેમસન અને હેટમાયર જેવા બેટ્સમેનોને આઉટ કરીને રાજસ્થાનને બેક ફૂટ પર ધકેલી દીધું. તેની શાનદાર બોલિંગ બાદ તેણે સારી બેટિંગ પણ કરી અને 30 બોલનો સામનો કર્યો અને એક સિક્સ અને 3 ફોરની મદદથી 34 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાના આ ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે જ્યાં એક તરફ ટીમ ફાઇનલમાં જીતી ગઈ હતી, ત્યારે તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

IPL ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર હાર્દિક ત્રીજો કેપ્ટન બન્યો છે. IPLમાં હાર્દિક પંડ્યા ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવનાર ત્રીજો કેપ્ટન બન્યો છે. આ પહેલા વર્ષ 2009માં આરસીબીના કેપ્ટન અનિલ કુંબલેને આ ખિતાબ મળ્યો હતો જ્યારે વર્ષ 2015માં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ આ સિદ્ધિ મેળવી હતી. હવે વર્ષ 2022માં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને IPL ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

IPL ફાઇલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ત્રણ કેપ્ટન-

અનિલ કુંબલે – (4/16) RCB વિ ડેક્કન 2009

રોહિત શર્મા – (26 બોલમાં 50) MI vs CSK 2015

હાર્દિક પંડ્યા (34 અને 3/17) જીટી વિ આરઆર 2022

વર્ષ 2008માં યુસુફ પઠાણે IPL ફાઇનલમાં 30થી વધુ રન અને 3 કે તેથી વધુ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. તેણે CSK સામે આવું કર્યું અને રાજસ્થાને તે સિઝનમાં ટાઇટલ જીત્યું. હવે વર્ષ 2008 પછી એટલે કે વર્ષ 2022માં હાર્દિક પંડ્યાએ આવું જ પ્રદર્શન કર્યું છે. તેણે ફાઇનલમાં રાજસ્થાન સામે 34 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ લીધી હતી. હાર્દિકના ઓલરાઉન્ડ પ્રદર્શને પણ ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી

Exit mobile version