મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટી-20માં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આરસીબી સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ ટી20માં 200 વિકેટ પૂર્ણ કરી. આ સાથે તેણે ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું છે. તે આવું કરનાર પ્રથમ ભારતીય બન્યા.
આરસીબી સામેની મેચની 15મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં બે મોટી વિકેટ લીધી. આ ઓવરના પહેલા બોલ પર તેણે વિરાટ કોહલીને આઉટ કર્યો, જ્યારે ત્રીજા બોલ પર તેણે લિયામ લિવિંગસ્ટોનને પોતાનો શિકાર બનાવ્યો. તેણે એક ઓવરમાં બે વિકેટ લઈને ટી20માં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.
હાર્દિક પંડ્યાએ ટી20માં 200 વિકેટ પૂર્ણ કરી છે. તેણે 291મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તે ટી-20માં 200 વિકેટ લેનાર ભારતનો નવમો ઝડપી બોલર બન્યો.
હાર્દિક પંડ્યા હવે T20 માં 5000 રન અને 200 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. હાર્દિક પંડ્યાના ટી20માં 5390 રન અને 200 વિકેટ છે. તે આવું કરનાર વિશ્વનો 12મો ખેલાડી છે. હાર્દિક પંડ્યાએ 200 ટી20 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હોવા છતાં, તે આ મેચમાં ખૂબ મોંઘો સાબિત થયો. તેણે ચાર ઓવરના સ્પેલમાં 45 રન ખર્ચ્યા અને કુલ બે વિકેટ લીધી.
ભુવનેશ્વર કુમાર- ૩૧૨ વિકેટ, જસપ્રીત બુમરાહ- ૨૯૫ વિકેટ, હર્ષલ પટેલ- ૨૪૮ વિકેટ, જયદેવ ઉનડકટ- ૨૩૪ વિકેટ, સંદીપ શર્મા- ૨૧૮ વિકેટ, અર્શદીપ સિંહ- ૨૧૩ વિકેટ, મોહમ્મદ શમી- ૨૦૯ વિકેટ, ઉમેશ યાદવ- ૨૦૨ વિકેટ, હાર્દિક પંડ્યા- ૨૦૦ વિકેટ