IPL

ગુજરાત સામે હાર બાદ હાર્દિક પંડ્યાને ૧૨ લાખનો રૂપિયાનો દંડ લાગ્યો

Pic- cricowl

ગુજરાત ટાઇટન્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં ધીમા ઓવર રેટ બદલ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટાઇટન્સ સામે 36 રનથી પરાજય થયો હતો.

અમદાવાદની કાળી માટીની પીચ પર ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા, મુંબઈ ઇન્ડિયન્સે લક્ષ્યનો પીછો કરવામાં સંઘર્ષ કર્યો અને છ વિકેટે 160 રન જ બનાવી શક્યું. ગુજરાતે ચાલુ સિઝનમાં પોતાનો પહેલો વિજય નોંધાવ્યો છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો આ સતત બીજો પરાજય હતો અને ટીમ હજુ સુધી પોઈન્ટનું ખાતું ખોલી શકી નથી.

IPL એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની નવમી મેચ દરમિયાન તેની ટીમ દ્વારા જાળવવામાં આવેલા ધીમા ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. નિવેદન અનુસાર, IPL આચારસંહિતાના નિયમ 2.2 હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો, તેથી પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગત સીઝનમાં હાર્દિક પંડ્યા પર સ્લો ઓવર રેટના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે IPL 2025 ની પહેલી મેચ રમી શક્યો ન હતો.

Exit mobile version