ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન સામે કેપ્ટનશિપની ઇનિંગ રમતા ટીમના સ્કોરને 192 રન સુધી પહોંચાડી દીધો હતો. રાજસ્થાન વિરૂદ્ધ પંડ્યાએ તેની IPL કારકિર્દીની બીજી સૌથી મોટી ઇનિંગ રમી હતી.
હાર્દિકે રાજસ્થાન સામે 52 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 87 રનની ઇનિંગ રમી અને ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી લીધી. આ ઇનિંગ દરમિયાન હાર્દિક પંડ્યાએ ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
રાજસ્થાન સામે હાર્દિક પંડ્યા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. કેપ્ટન તરીકે આ સ્થાન પર તેણે IPLમાં ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ રમી છે. દિનેશ કાર્તિકનું નામ પ્રથમ સ્થાને આવે છે. તેણે KKR માટે ચોથા સ્થાને અણનમ 97 રન બનાવ્યા હતા. તે જ સમયે મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા ચોથા નંબર પર આવ્યો અને તેણે 94 રનની ઈનિંગ રમી. તો ત્યાં આજે પંડ્યાએ આ નંબર પર 87 રનની કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી.
એટલું જ નહીં IPLમાં હાર્દિક પંડ્યાની આ બીજી સૌથી મોટી ઇનિંગ છે. હાર્દિકે અગાઉ 2019માં કોલકાતા સામે 34 બોલમાં 91 રન બનાવ્યા હતા. જે બાદ આજની ઈનિંગમાં હાર્દિકે રાજસ્થાન સામે 161થી વધુના સ્ટ્રાઈક રેટથી 87 રન બનાવ્યા હતા.
IPLમાં કેપ્ટન માટે સૌથી વધુ સ્કોર નંબર 4
97* : દિનેશ કાર્તિક વિ આરઆર, કોલકાતા, 2019
94 : રોહિત શર્મા વિ આરસીબી, વાનખેડે, 2018
87* : હાર્દિક પંડ્યા વિ આરઆર, ડીવાય પાટીલ, 2022*
IPLમાં હાર્દિક પંડ્યાનો સર્વોચ્ચ સ્કોર:
91(34) વિ KKR, 2019
87*(52) વિ આરઆર, 2022*
61*(31) વિ કેકેઆર, 2015
