IPL

મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં હાર્દિક પંડ્યાની એન્ટ્રી, જુઓ આ રીતે થયું સ્વાગત

Pic- BJ Sports

આઈપીએલ 2024 માટે તમામ ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓ પોતપોતાની ટીમમાં જોડાવા લાગ્યા છે. આ લીગની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.

આ સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. સાથે જ આ વખતે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળશે. તે આ સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાઈ ગયો છે.

મુંબઈ ઈન્ડિયન્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં માર્ક બાઉચર સાથે જોવા મળી રહ્યો છે. મુંબઈના ડ્રેસિંગ રૂમમાં હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક પંડ્યાએ સૌથી પહેલા ભગવાનના આશીર્વાદ લીધા હતા અને ટીમના હેડ કોચ માર્ક બાઉચરે નારિયેળ તોડવાનું કામ કર્યું હતું. આ ઉપરાત હાર્દિકે નેટ પ્રેક્ટિસ પણ કરી હતી.

હાર્દિક પંડ્યાએ તેની IPL કરિયરની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી. હાર્દિક પંડ્યા પ્રથમ વખત IPL 2015નો ભાગ બન્યો હતો. પરંતુ IPL મેગા ઓક્શન 2022 પહેલા તે ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો. હવે તે 2 વર્ષ બાદ ટીમમાં પરત ફર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડ્યાનો વેપાર કર્યો છે.

Exit mobile version