IPL 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. લગભગ દરેક ખેલાડી પોતાના કેમ્પમાં પહોંચી ગયા છે અને તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વર્ષે ફ્રેન્ચાઇઝીઓએ પોતપોતાની ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે.
જે બાદ આ આઈપીએલ વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. આ વર્ષની મિની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક IPL ઓક્શનના તમામ રેકોર્ડ તોડીને સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકાતાએ તેને 24.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આજે આપણે ખેલાડીઓના પગાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ફ્રેન્ચાઇઝી તેમના ખેલાડીઓને કેવી રીતે પગાર આપે છે?
IPLની હરાજી દરમિયાન જે રકમની બોલી લગાવવામાં આવે છે તે ખેલાડીનો પગાર છે. ખેલાડીને દર વર્ષે આ પૈસા મળે છે. જો આ દરમિયાન કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને કેટલો પગાર મળે છે? જો કોઈ ખેલાડી આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચે છે તો તેને પગાર આપવામાં આવતો નથી. જ્યારે કોઈ ખેલાડી સિઝનની માત્ર થોડી મેચો માટે ઉપલબ્ધ હોય તો તેને પ્રો રેટાના આધારે પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે કોઈ ખેલાડી ઈજાના કારણે સિઝનમાંથી બહાર રહે છે તો તેને તેનો પુરો પગાર મળે છે.
તમને જણાવી દઈએ કે IPLની તમામ ફ્રેન્ચાઈઝી એક સાથે કોઈ પણ ખેલાડીને સંપૂર્ણ પગાર ચૂકવતી નથી. ઘણી ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને કેમ્પની શરૂઆતમાં અડધો પગાર આપે છે. જ્યારે કેટલાક ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા 50 ટકા પગાર આપે છે. કેટલીક ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટની શરૂઆતના એક સપ્તાહ પહેલા પગારના 15 ટકા ચૂકવે છે. ટૂર્નામેન્ટ દરમિયાન 65 ટકા પગાર અને 20 ટકા પછી આપવામાં આવે છે. દરેક ફ્રેન્ચાઈઝી પોતાના ખેલાડીઓને પોતાના પ્રમાણે પગાર ચૂકવે છે.