
તેમણે તરત જ જવાબ આપ્યો, ટી 20 માત્ર ક્રિકેટ નથી…
વેસ્ટ ઇન્ડીઝની ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના લિજેન્ડ માઇકલ હોલ્ડિંગના નિવેદનની હાલમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. વાત એ છે કે હોલ્ડિંગે એક નિવેદન આપ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે તે ટી-20 ને ફક્ત ક્રિકેટ નથી માનતો. આઈપીએલમાં ટિપ્પણી કરવા અંગે સવાલો પૂછવામાં આવતા તેમણે આ જવાબ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતી વખતે આપ્યો હતો.
ટી -20 ફોર્મેટ આવ્યો ત્યારથી, રમતની ગતિ ઘણી વધી ગઈ છે. આ ફોર્મેટ તરફ ક્રિકેટ ચાહકોનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી ગયો છે. પરંતુ આ દરમિયાન હોલ્ડિંગનું કહેવું છે કે તે ટી -20 ને ક્રિકેટ માનતો નથી.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વેસ્ટ ઇન્ડીઝના ઘણા ખેલાડીઓ તેમના દેશ માટે રમવા માટે રુચિ ધરાવતા નથી. જ્યારે તમે છ અઠવાડિયામાં છથી આઠ મિલિયન ડોલર કમાવશો ત્યારે તમે શું કરવા જશો? હું આ માટે ક્રિકેટરોને દોષી ઠેરવતો નથી. હું રમતના સંચાલકોને દોષી ઠેરવું છું. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટી-20 ટૂર્નામેન્ટ જીતશે, જે ક્રિકેટ નથી.
માઈકલ હોલ્ડિંગને આ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે જ્યારે તમે આઈપીએલ દરમિયાન કમેન્ટરી કરતા જોવા મળશે. તેમણે તરત જ જવાબ આપ્યો, ટી 20 માત્ર ક્રિકેટ નથી.
