કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે પોતાની ટીમના એક ખેલાડીના હેરકટ જોઈને પ્રભાવિત થઈ રહ્યો છે. વાસ્તવમાં, છેલ્લી મેચમાં હૈદરાબાદ (SRH) સામેની જીત પછી, શાહરૂખ ખાન કેકેઆરના ખેલાડીઓને મળી રહ્યો હતો, જ્યારે તેણે સુયશ શર્માને જોયો ત્યારે તે ચોંકી ગયો.
ખરેખર, સુયશે તેની હેરસ્ટાઇલ બદલી છે. પહેલા સુયશ લાંબા વાળ સાથે જોવા મળતો હતો પરંતુ હવે તેણે પોતાના વાળ કાપી લીધા છે. ટૂંકા વાળવાળા સુયશને જોઈને શાહરૂખ ઘણો પ્રભાવિત થયો હતો અને તેણે તેના જેવા વાળ કાપવાની પણ માંગ કરી હતી.
કિંગ ખાને તેની મેનેજર પૂજાને કહ્યું, “મારે પણ આ હેરકટ જોઈએ છે.” તે જ સમયે, કિંગ ખાન શાહરૂખે સુયશને પૂછ્યું કે કોની સલાહ પર તેણે આ હેરકટ કરાવ્યો. કિંગ ખાને તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેણે આ હેરકટ જાતે જ પસંદ કર્યો છે. શાહરૂખ અને સુયશ વચ્ચેની આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકો ઉત્સાહિત છે.
KKR એ છેલ્લી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સને 8 વિકેટથી હરાવીને તેની ચોથી જીત નોંધાવી હતી. KKR ટીમ હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. KKR ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
હવે KKR ટીમની આગામી મેચ 16 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સાથે થશે. બંને ટીમ ટોપ-2માં છે.
“Pooja mujhe yeh wala haircut chahiye”👌 pic.twitter.com/aIH2B9pUM8
— KolkataKnightRiders (@KKRiders) April 16, 2024