IPL 2023ની 46મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે મોટા લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. મોહાલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા 215 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં મુંબઈએ 18.5 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
આ મેચમાં ઈશાન કિશને 41 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. ફોર્મમાં ચાલી રહેલ સૂર્યકુમાર યાદવ આ મેચમાં પોતાની જૂની લયમાં જોવા મળ્યો અને તેણે ઘણા શાનદાર શોટ રમ્યા. બીજી તરફ તેની જબરદસ્ત બેટિંગ જોઈને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા પણ ખૂબ જ પ્રભાવિત થયો છે અને તેણે સૂર્યકુમારના વખાણ કર્યા છે.
દાનિશ કનેરિયાએ કહ્યું છે કે જ્યારે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરે છે ત્યારે વિરોધી ટીમે 11ને બદલે 22 ફિલ્ડર ઉતારવા જોઈએ, પરંતુ સૂર્યકુમારને તેનાથી કોઈ વાંધો નહીં હોય. કનેરિયાએ કહ્યું, “સૂર્યકુમાર જે રીતે બેટિંગ કરે છે, તે સરળતાથી ગેપ શોધી લે છે અને તેની બેટિંગ દરમિયાન, તમે 11 ખેલાડીઓને બદલે 22 ફિલ્ડરોને મેદાનમાં મૂકશો તો પણ તમે સૂર્યકુમારને રોકી નહીં શકો.