ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈની શરૂઆત શાનદાર રહી હતી અને બંને ઓપનિંગ બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ગુજરાત ટાઇટન્સ સામે 206 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી અને 20 ઓવરમાં માત્ર 143 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈની ટીમ આ મેચ 63 રને જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ હાર સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગઈ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ હારવા ઉપરાંત ગુજરાતના કેપ્ટનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મેચમાં સ્લો ઓવર રેટના કારણે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ વર્ષની IPLમાં શુભમન ગિલ ધીમો ઓવર રેટનો આરોપ લગાવનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. આ દંડ ચેન્નાઈ સામેની મેચમાં આઈપીએલ ઓવર રેટ આચાર સંહિતા હેઠળ લગાવવામાં આવ્યો છે. IPLના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત ટાઇટન્સ ટીમની આ પહેલી ભૂલ છે, જેના કારણે તેમના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Shubman Gill becomes the first Captain to be fined for Slow Over-rate in IPL 2024…..!!!
– He has been fined 12 Lakhs. pic.twitter.com/ZEczHkKhxe
— Johns. (@CricCrazyJohns) March 27, 2024