IPL

આ ખેલાડીએ ગુજરાત માટે તમામ 16 મેચ રમી હતી, પણ બેટિંગ કરવાની તક ન મળી

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સની ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તેની ભાગ્યે જ કોઈ નવી ટીમ પાસેથી અપેક્ષા હતી. ગુજરાતની ટીમે એક યુનિટ તરીકે અસાધારણ પ્રદર્શન કર્યું અને તેનું પરિણામ એ આવ્યું કે ટીમ તેની ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બની.

આ ટીમની ખાસિયત એ હતી કે તેઓ હંમેશા મજબૂત બોલિંગ આક્રમણ સાથે મેદાનમાં ઉતર્યા હતા. જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ એમ પણ કહ્યું કે મેં છેલ્લા ઘણા વર્ષોમાં જોયું છે કે ટી-20 ફોર્મેટ બેટ્સમેનોની રમત છે, પરંતુ તેને જીતવામાં બોલરોની મોટી ભૂમિકા હોય છે અને તેને ધ્યાનમાં રાખીને અમે હંમેશા યોગ્ય બોલરોને દરેક ફોર્મેટમાં સામેલ કર્યા છે.

ગુજરાત ટીમના મહત્વના બોલરોમાં શમી પણ હતો જેણે આ સિઝનમાં પોતાની ટીમ માટે દરેક મેચ રમી હતી. પ્રથમ લીગ મેચથી લઈને ફાઈનલ સુધી એટલે કે 16 મેચમાં તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો અને બોલિંગ કરતો હતો, પરંતુ તે એક પણ વખત બેટિંગ કરી શક્યો ન હતો. વાસ્તવમાં ગુજરાતને તેની જરૂર નહોતી કે શમી બેટિંગ કરવા ઉતરે. IPLની છેલ્લી 15 સિઝનમાં એવું ક્યારેય બન્યું નથી કે ટીમનો કોઈ ખેલાડી બેટિંગ કરવા માટે બહાર ન આવ્યો હોય. એટલે કે શમીના નામે આ અનોખો રેકોર્ડ નોંધાયો હતો કે તમામ મેચ રમવા છતાં તે એક વખત પણ બેટિંગ કરવા મેદાન પર આવ્યો ન હતો.

IPLની 15મી સિઝનમાં ગુજરાતના ફાસ્ટ બોલર શમીએ પોતાની ટીમ માટે તમામ 16 મેચ રમી અને 20 વિકેટ પોતાના નામે કરી. આ સિઝનમાં તેનો ઈકોનોમી રેટ 8 હતો જ્યારે સરેરાશ 24.40 હતો. આ સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 3 વિકેટ હતું. બીજી તરફ જો શમીના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 93 મેચ રમી છે જેમાં કુલ 99 વિકેટ તેના નામે નોંધાયેલી છે. IPLમાં શમીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

Exit mobile version