IPL

પૃથ્વી શોએ કોલકાતા સામેની પહેલી ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકારીને ઇતિહાસ રચ્યો

કેપ્ટન રીષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો….

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની 25મી મેચમાં, દિલ્હી કેપિટલ્સની ટીમે કોલકાતા નાઈટ રાઇડર્સનો સામનો કરવો પડ્યો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 154 રનનો સ્કોર બનાવ્યો હતો. દિલ્હીના ઓપનરએ તોફાની બેટિંગ કરતા પહેલા ઓવરમાં જ ઇતિહાસ રચ્યો હતો. પૃથ્વી શોએ સતત 6 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

કોલકાતા સામે દિલ્હીના કેપ્ટન રીષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરમાં ટીમે 6 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા હતા. આન્દ્રે રસેલે 27 બોલમાં 43 રન ફટકારીને ટીમને આ સન્માનજનક સ્કોર તરફ દોરી ગઈ. જેના જવાબમાં બેટિંગ કરવા આવેલા દિલ્હીના ઓપનરએ પહેલી ઓવરમાં જ કંઈક એવું કર્યું જેનાથી ઇતિહાસ સર્જાયો.

કોલકાતા સામે ઈનિંગની શરૂઆત કરવા આવેલા પૃથ્વી શોએ શિમવ માવીની પહેલી ઓવરમાં 25 રન બનાવ્યા હતા. આ ઓવરમાં તેણે સતત 66 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કોઈપણ સિઝનમાં, તે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં છ છ બોલમાં ચાર ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

Exit mobile version