IPL

આઈપીએલ 2021: આ 5 શહેરોમાં 9 એપ્રિલથી 30 મે સુધી યોજાઈ શકે છે?

12 દિવસ એટલે કે 9 એપ્રિલથી આ મેગા ટી 20 લીગ શરૂ થઈ શકે છે….

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ પછી ભારતીય ક્રિકેટ ચાહકો આતુરતાપૂર્વક આઈપીએલ 2021ની તારીખોની રાહ જોઈ રહ્યા છે. જોકે, 5 ટી -20 અને 3 વનડે મેચની શ્રેણી પણ રમવાની છે. જે પછી 12 દિવસ એટલે કે 9 એપ્રિલથી આ મેગા ટી 20 લીગ શરૂ થઈ શકે છે.

ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ 28 માર્ચે પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. આઈપીએલ 2021નું શેડ્યૂલ ભારતના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે.

બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, ‘અમે આખરે નિર્ણય લીધો છે કે આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થશે અને 30 મેના રોજ સમાપ્ત થશે. આવતા અઠવાડિયે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન, તારીખો અને સ્થળોને ઓપચારિક મંજૂરી મળશે.

કોવિડ -19 રોગચાળાની અસરને ઘટાડવા માટે, બીસીસીઆઈએ વર્તમાન પરિસ્થિતિમાં ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર, દિલ્હી અને અમદાવાદમાં 5 શહેરોમાં આઇપીએલ મેચો યોજવાનું નક્કી કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના કેસો ઝડપથી વધી ગયા હોવાથી મુંબઇ શહેરને મેચની હોસ્ટ માટે મંજૂરી લેવી પડશે.

Exit mobile version