IPL 2022ની શરૂઆત સારી થઈ છે. કોરોનાના કારણે આ વખતે મહારાષ્ટ્રમાં આઈપીએલ સીઝન યોજાઈ રહી છે. જેમાં મુંબઈના 3 સ્ટેડિયમ, પુણેના એક મેદાનનો સમાવેશ થાય છે.
જ્યારે IPL શરૂ થયું ત્યારે સરકાર તરફથી માત્ર 25 ટકા દર્શકોને જ સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે મીડિયા અહેવાલો છે કે સરકાર દ્વારા હવે 50 ટકા જેટલા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી શકે છે. જેનો અર્થ છે કે જે ચાહકો તેમના મનપસંદ ક્રિકેટરને રમતા જોવા માંગતા હતા તેઓ હવે આમ કરી શકશે.
જો કે, બોર્ડ તરફથી પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે જો કોરોનાના કેસો નિયંત્રણમાં રહેશે, તો જેમ જેમ લીગ આગળ વધશે તેમ 25 ટકાથી વધુ પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવશે. આઈપીએલની અત્યાર સુધી 15 મેચ રમાઈ છે. ગુજરાત લખનૌના રૂપમાં 2 નવી ટીમોના આગમનને કારણે આ વખતે IPLમાં વધુ મેચો રમાવાની છે.
પ્લેઓફ મેચોની વાત કરીએ તો આ મેચો કયા મેદાન પર રમાશે તે અંગે બોર્ડ તરફથી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જો કે અમદાવાદના મેદાનનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ સાથે એક સવાલ એ પણ છે કે જો મે સુધી કોરોનાના કેસ નિયંત્રણમાં રહેશે તો પ્લેઓફ મેચ માટે 50 ટકાથી વધુ દર્શકોને સ્ટેડિયમમાં આવવા દેવામાં આવશે કે નહીં.
