રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ ઇનિંગ દરમિયાન તેણે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સેમસન રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. તે આ મામલે અજિંક્ય રહાણેથી પાછળ છે.
સંજુ સેમસને રાજસ્થાન માટે 2500 રન પૂરા કર્યા છે. રાજસ્થાન રોયલ્સ માટે આવું કરનાર તે માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. રહાણેએ રાજસ્થાન તરફથી રમતા 2810 રન બનાવ્યા હતા અને તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. સેમસન બીજા સ્થાને છે.
નોંધનીય છે કે સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ માટે 9 વર્ષ પહેલા વર્ષ 2013માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ટીમ સાથે જોડાયેલો છે. વિકેટ કીપર બેટ્સમેન તરીકે ડેબ્યુ કરનાર સંજુ સેમસન આજે ટીમનો કેપ્ટન છે. તેની કપ્તાની હેઠળ રાજસ્થાન રોયલ્સ સારૂ પ્રદર્શન કરી રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમોમાં સામેલ છે.

