IPL

IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બન્યો હાર્દિક

ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ હૈદરાબાદ સામે કેપ્ટનશીપની ઇનિંગ રમતા ટીમને મુશ્કેલીમાંથી તો બહાર કાઢી પણ શાનદાર અડધી સદી પણ ફટકારી હતી.

આ ટીમની બેટિંગ જોઈને એવું લાગતું નહોતું કે ટીમનો સ્કોર 150ની પાર જઈ શકશે, પરંતુ હાર્દિક પંડ્યાએ ખૂબ સમજદારી સાથે બેટિંગ કરીને ટીમના સ્કોરને 150 એટલે કે 162ની પાર લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 42 બોલનો સામનો કર્યો હતો અને 1 સિક્સ અને 4 ફોરની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. એક સિક્સરની મદદથી તેણે આ લીગમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.

IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલનો સામનો કરીને 100 સિક્સર મારનાર હાર્દિક પંડ્યા પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ લીગમાં તેણે 1046માં બોલ પર તેની 100મી સિક્સર ફટકારી હતી. તે જ સમયે, તે આ લીગમાં સૌથી ઓછા બોલનો સામનો કરીને 100 છગ્ગા મારવાના મામલે ત્રીજા નંબરે આવ્યો હતો. આન્દ્રે રસેલ સૌથી ઓછા બોલનો સામનો કરીને 100 સિક્સર ફટકારવાના મામલે IPLમાં નંબર વન પર છે, જ્યારે ક્રિસ ગેલ આ મામલે બીજા નંબર પર છે. હાર્દિક હવે ત્રીજા નંબર પર આવી ગયો છે જ્યારે કીરોન પોલાર્ડ અને મેક્સવેલ ચોથા અને પાંચમા નંબરે છે.

IPLમાં 100 સિક્સર સુધી પહોંચવા માટે સૌથી ઓછા બોલનો સામનો કરનારા ટોચના 5 બેટ્સમેન:

657 – આન્દ્રે રસેલ

943 – ક્રિસ ગેલ

1046 – હાર્દિક પંડ્યા

1094 – કિરોન પોલાર્ડ

1118 – ગ્લેન મેક્સવેલ

Exit mobile version