IPL

IPL 2022: હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને રાશિદ ખાન આ નવી IPL ટીમમાં જોડાશે!

IPL 2022 માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે, પરંતુ તે પહેલા બે નવી ટીમો અમદાવાદ અને લખનૌ 22 જાન્યુઆરીની સમયમર્યાદામાં ત્રણ રિટેન્શન જાહેર કરવાની છે.

હવે એવા અહેવાલો છે કે હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને રાશિદ ખાન IPL 2022 માટે અમદાવાદની ફ્રેન્ચાઇઝી સાથે જોડાશે. CVC કેપિટલની માલિકીની ફ્રેન્ચાઇઝી પાસે રૂ.90 કરોડનું પર્સ હશે, જેમાંથી રૂ.15 કરોડ, રૂ.11 કરોડ અને રૂ.7 કરોડ ત્રણ રિટેન્શન માટે રાખવામાં આવ્યા છે.

ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમનું સુકાન સંભાળી શકે છે. જો આમ થશે તો તે પ્રથમ વખત કોઈ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કરશે. પંડ્યા ઈજાને કારણે IPL 2021માં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ મુંબઈની ટીમે તેને IPL 2022 માટે રિટેન કર્યો નહોતો. અમદાવાદની બીજી રિટેન્શન રાશિદ ખાનના રૂપમાં હશે, જે અગાઉ હૈદરાબાદ ટીમમાં રમી રહ્યો હતો. હૈદરાબાદ માટે રાશિદ ખાનનું પ્રદર્શન ઘણું સારું હતું અને તેને મેચ વિનિંગ બોલર માનવામાં આવે છે. બીજી તરફ, શુબમન ગિલ, જે KKRનો હિસ્સો હતો, તે ત્રીજો રિટેન્શન હશે. એટલે કે હાર્દિક પંડ્યાને 15 કરોડ, રાશિદ ખાનને 11 કરોડ અને શુભમન ગિલને 7 કરોડ રૂપિયા રિટેન્શન માટે આપવામાં આવશે.

અગાઉ, અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ ગેર કર્સ્ટનને તેમની ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા જ્યારે આશિષ નેહરાને ટીમના બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી પણ સપોર્ટ સ્ટાફનો ભાગ હશે અને તે ટીમના ડિરેક્ટર હશે. આ ત્રણેયની ફ્રેન્ચાઈઝી માટે સાથે કામ કરવાની આ બીજી વખત છે કારણ કે તેઓ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઈઝી માટે સાથે કામ કરી ચૂક્યા છે.

Exit mobile version