IPL

પાકિસ્તાન સાથે મેચ ફિક્સિંગની રમત ચાલતા, CBIએ સાત બુકીઓ સામે કેસ નોંધ્યો

CBIએ 2019માં IPL મેચ ફિક્સ કરવા બદલ સાત શંકાસ્પદ બુકીઓ વિરુદ્ધ FIR નોંધી છે. આ તમામ પાકિસ્તાન પાસેથી મળેલી માહિતીના આધારે મેચ ફિક્સ કરતા હતા.

સીબીઆઈએ આ કેસમાં દેશવ્યાપી તપાસ શરૂ કરી છે અને દિલ્હી, હૈદરાબાદ, જયપુર અને જોધપુરમાં સાત સ્થળોની શોધ કરી છે, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. FIR અનુસાર, એજન્સીને માહિતી મળી હતી કે પાકિસ્તાનથી મળેલી માહિતીના આધારે ક્રિકેટ સટ્ટાબાજીમાં સામેલ એક નેટવર્ક ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચોના પરિણામોને પ્રભાવિત કરી રહ્યું છે.

સીબીઆઈએ પ્રથમ એફઆઈઆરમાં રોહિણી, દિલ્હીના રહેવાસી દિલીપ કુમાર અને હૈદરાબાદના ગુરુમ વાસુ અને ગુરુમ સતીષને આરોપી તરીકે નામ આપ્યા છે. બીજી એફઆઈઆરમાં સજ્જન સિંહ, પ્રભુ લાલ મીણા, રામ અવતાર અને અમિત કુમાર શર્માનું નામ લેવામાં આવ્યું છે, જે તમામ રાજસ્થાનના રહેવાસી છે.

અધિકારીના જણાવ્યા અનુસાર આ ગેંગ રાજસ્થાનથી કામ કરતી હતી. પહેલી ગેંગ 2010થી અને બીજી 2013થી સક્રિય હતી. નેટવર્ક પાકિસ્તાનથી આવી રહેલી માહિતીના આધારે કાર્યવાહી કરતું હતું. સાથે જ ‘સટ્ટાબાજીને પ્રેરિત કરીને’ જનતા સાથે છેતરપિંડી પણ કરી રહી હતી.

અધિકારીએ જણાવ્યું કે, ગેંગના સભ્યોએ અજાણ્યા બેંક અધિકારીઓ સાથે મળીને બનાવટી દસ્તાવેજોના આધારે બેંક ખાતા ખોલાવ્યા હતા. એક જ વ્યક્તિ માટે બહુવિધ જન્મ તારીખો આપવામાં આવી હતી. બેંક કર્મચારીઓની યોગ્ય તપાસ કર્યા વિના આ ખાતા ખોલવામાં આવ્યા હતા.

એજન્સીએ જણાવ્યું છે કે ગેંગના સભ્યો સટ્ટાબાજીની ગતિવિધિઓમાંથી મેળવેલા પૈસા હવાલા દ્વારા ભારતમાં સામાન્ય લોકોને વિદેશમાં રહેતા સહયોગીઓને પણ મોકલતા હતા. દિલીપના અનેક બેંક ખાતા હતા. તેમાંથી 2013 થી આર્થિક નિયમોનું ઉલ્લંઘન કરીને કુલ 43 લાખ રૂપિયા સ્થાનિક સ્તરે જમા કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 2012-20ની વચ્ચે ગુરુમ સતીશના છ બેંક ખાતાઓમાં સ્થાનિક રીતે 4.55 કરોડ રૂપિયા અને વિદેશમાં 3.05 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ જ સમયગાળામાં ગુરુમ વાસુના ખાતામાં 5.37 કરોડ રૂપિયા જમા થયા હતા. તેની પાસે એવો કોઈ વ્યવસાય પણ નથી કે જે આ વ્યવહારને યોગ્ય ઠેરવી શકે. રાજસ્થાનથી ચાલતી ગેંગની મોડસ ઓપરેન્ડી દિલ્હી-હૈદરાબાદ ગ્રૂપ જેવી જ હતી. તેઓ હવાલા દ્વારા વિદેશમાં તેમના સહયોગીઓને પૈસા પણ મોકલતા હતા.

એજન્સીએ આરોપ લગાવ્યો છે કે રાજસ્થાનની ગેંગના ચારેય સભ્યો એક પાકિસ્તાની શંકાસ્પદના સંપર્કમાં હતા જેમણે પાકિસ્તાની ફોન નંબરો દ્વારા તેમનો અને ભારતમાં કેટલાક અન્ય અજાણ્યા વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો.

Exit mobile version