IPL

આજે ધોની-રોહિત વચ્ચે જામશે માહોલ, જો ચેન્નાઈ હારી તો થઈ જશે IPL માંથી બહાર

IPL 2022ની અલ ક્લાસિકો એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની 59મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. મુંબઈ ઈન્ડિયન્સ સિઝન 15ની પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે, જ્યારે CSK પણ આ રેસમાંથી બહાર થવાના આરે છે. જો મુંબઈ આજે CSK ને હરાવવામાં સફળ થાય છે, તો CSK ની IPL 2022 ની સફર અહીં જ સમાપ્ત થઈ જશે, જ્યારે ધોનીની ટીમ MI ને હરાવી દેશે, તો તે પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાનેથી 6ઠ્ઠા સ્થાને પહોંચી જશે. આવી સ્થિતિમાં આજે બંને ટીમોની નજર મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે મેદાન પર રહેશે.

સૂર્યકુમાર યાદવની ઈજા બાદ રોહિત શર્માએ છેલ્લી મેચમાં રમણદીપ સિંહની જગ્યા લીધી હતી, પરંતુ આ ખેલાડી પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો, આવી સ્થિતિમાં રોહિત રમનદીપની જગ્યાએ અનમોલપ્રીત સિંહને સ્થાન આપી શકે છે.

MI સંભવિત XI: રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, રમનદીપ સિંહ/અનમોલપ્રીત સિંહ, ટિમ ડેવિડ, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ

ચેન્નાઈ સુપર કિંગ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન:

રવિન્દ્ર જાડેજા ઘાયલ થયા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ પ્લેઈંગ ઈલેવનમાં શિવમ દુબેનું નામ લીધું હતું. દુબે જાડેજાની જેમ તે બેટિંગ અને બોલિંગ બંનેમાં ટીમ માટે યોગદાન આપી શકે છે. આવી સ્થિતિમાં આજે CSKની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા ઓછી છે.

CSK સંભવિત XI: રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, શિવમ દુબે, અંબાતી રાયડુ, એમએસ ધોની, મોઈન અલી, ડ્વેન બ્રાવો, મહેશ થેક્ષના, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી

Exit mobile version