IPL

IPL 2022: લખનૌ ફ્રેન્ચાઈઝીએ ગૌતમ ગંભીરના નજીકના સાથી ને આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કર્યા

IPL 2022માં આ વખતે 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. IPL 2022 માં જોડાતી નવી ટીમ લખનૌ ફ્રેન્ચાઇઝીએ ભૂતપૂર્વ ભારતીય વિકેટ-કીપર બેટ્સમેન વિજય દહિયાને તેના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

સંજીવ ગોએન્કાની માલિકીની લખનૌ ફ્રેન્ચાઇઝીએ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન એન્ડી ફ્લાવરને તેના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરને માર્ગદર્શક તરીકે જાહેર કર્યા હતા. દહિયા હાલમાં ઉત્તર પ્રદેશના કોચ છે.

લખનૌ ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું, ‘વિજય દહિયા લખનૌમાં આપનું સ્વાગત છે.’ દહિયા અગાઉ IPLમાં KKRના આસિસ્ટન્ટ કોચ તરીકે કામ કરી ચૂક્યો છે. 48 વર્ષીય વિજય દહિયાએ ભારત માટે બે ટેસ્ટ અને 19 વનડે રમી છે. તેણે વનડેમાં 216 અને ટેસ્ટમાં બે રન બનાવ્યા છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દહિયાએ 84 મેચમાં 3532 રન બનાવ્યા છે અને વિકેટ પાછળ 196 કેચ પકડ્યા છે. આ સિવાય તેણે 20 સ્ટમ્પિંગ પણ કર્યા છે. લિસ્ટ A કરિયરમાં દહિયાએ 83 મેચમાં 1389 રન બનાવ્યા છે અને 80 કેચ પણ લીધા છે. આમાં તેણે 23 સ્ટમ્પિંગ કર્યા છે.

દહિયાના કોચ હેઠળ KKRએ બે વખત IPL ટ્રોફી જીતી હતી. લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે કે IPL 2022માં KL રાહુલને લખનૌ ફ્રેન્ચાઇઝીની કમાન મળશે. IPL 2021માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરતી વખતે રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લખનૌ ફ્રેન્ચાઈઝીની ટીમનું નામ અને જર્સી હજુ નક્કી કરવામાં આવી નથી. લખનૌ ફ્રેન્ચાઇઝીએ ટીમ માટે સોશિયલ મીડિયા પર લોકોનો અભિપ્રાય માંગ્યો છે.

Exit mobile version