IPL

IPL 2022: આવી હોઈ શકે છે દિલ્હી અને લખનૌની પ્લેઈંગ ઈલેવન

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં પ્લેઓફ માટેની લડાઈ ધીમે ધીમે તેજ થઈ રહી છે. ટીમો ટોચના ચારમાં રહેવા માટે સખત પ્રયાસ કરી રહી છે અને આ ક્રમમાં આજે દિલ્હી કેપિટલ્સની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે.

છેલ્લી 8 મેચમાંથી માત્ર 4માં જીત મેળવનાર દિલ્હી હવે વધુ સારા પરિણામની આશા રાખશે. લખનૌની ટીમે સાતત્યપૂર્ણ પ્રદર્શન દર્શાવતા 9માંથી 6 જીત મેળવી છે.

આજની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો લખનૌમાં બદલાવની આશા ઓછી છે. દિલ્હીની ટીમ છેલ્લી મેચ જીતી હતી. પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર બોલર ખલીલ અહેમદની ફિટનેસ પર નિર્ભર રહેશે. છેલ્લી મેચમાં તેના સ્થાને ચેતન સાકરિયાને તક આપવામાં આવી હતી.

દિલ્હીની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિષભ પંત (સી/ડબ્લ્યુ), લલિત યાદવ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા

લખનૌની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

ક્વિન્ટન ડી કોક (wk), KL રાહુલ (c), દીપક હુડા, કુણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, જેસન હોલ્ડર, દુષ્મંથા ચમીરા, મોહસીન ખાન, અવેશ ખાન, રવિ બિશ્નોઈ

Exit mobile version