IPL

IPL 2022: રાણા અને બુમરાહે નિયમોનું ઉલ્લંઘન કર્યું, એકને દંડ અને બીજાને ઠપકો

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણાને મુંબઈ ઈન્ડિયન્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન લેવલ વનના ગુના બદલ તેની મેચ ફીના 10 ટકા દંડ અને ઠપકો આપવામાં આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના વરિષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને તે જ મેચ દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. નાઈટ રાઈડર્સે બુધવારે મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી.

આઈપીએલની પ્રેસ રીલીઝમાં જો કે કયા નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્રેસ રિલીઝ અનુસાર, “કોલકાતા નાઈટ રાઈડર્સના નીતિશ રાણાને પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો અને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાણાએ આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 1નો ગુનો અને સજા સ્વીકારી લીધી છે.

બુમરાહના કેસમાં કોઈ નાણાકીય દંડ ન હતો અને તેને માત્ર એક ચેતવણી આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું, “મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રીત બુમરાહને પુણેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. બુમરાહે આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 1નો ગુનો અને સજા સ્વીકારી છે. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

Exit mobile version