IPL

IPL 2022: હરાજી પહેલા RCBએ કરી મોટી જાહેરાત, કહ્યું – પાછા લાવાનો પ્રયાસ કરીશું

તમામ ક્રિકેટ ચાહકો IPL 2022ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2022ની તૈયારી ચાલી રહી છે. તમામ 8 જૂની ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જે બાદ મેગા ઓક્શનની તૈયારીઓ ચાલી રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મંગળવારે રિટેન કરાયેલા ખેલાડીઓ તેમજ બેટિંગ કન્સલ્ટન્ટ સંજય બાંગર, ટીમ ડિરેક્ટર માઈક હેસનનો ફોટો શેર કર્યો હતો. આ સાથે RCBએ હેશટેગ આપ્યો છે કે #WeAreChallengers. RCBએ આ હેશટેગ સાથે IPL ટીમોને પણ ચેલેન્જ આપી છે. RCBએ હેશટેગમાં કહ્યું છે કે અમે પડકાર આપવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે સંભવ છે કે આરસીબીએ પોતાની ખાસ રણનીતિ હેઠળ આવું ટ્વીટ કર્યું હોય. કારણ કે હજુ મેગા ઓક્શન બાકી છે. જ્યાં હરાજીમાં RCB ખેલાડીઓને ખરીદશે અને IPL 2022 માટે ટીમ બનાવશે. RCBએ IPL 2022 માટે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. RCBએ વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રિટેન કર્યા છે. હવે RCB મેગા ઓક્શનમાં મોટા ખેલાડીઓને ખરીદી શકે છે.

RCBએ IPL 2022 માટે વિરાટ કોહલીને પ્રથમ રિટેન્શન આપ્યું છે. RCBએ કોહલીને 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આ પછી RCBએ ગ્લેન મેક્સવેલને બીજી રિટેન્શન આપ્યું છે. RCBએ મેક્સવેલને 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આરસીબીએ મોહમ્મદ સિરાજને ત્રીજું રિટેનશન આપ્યું છે. RCBએ સિરાજને 7 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.

Exit mobile version