ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ માટે ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે.
BCCI દ્વારા IPL 2022નું સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સમાચારમાં, શેડ્યૂલની તસવીરો ઘણી મીડિયા વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી છે.
આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લખનૌ સુપર જાયન્ટ્સ અને અમદાવાદ ટાઇટન્સ સાથે કુલ 10 ટીમો ભાગ લેવા જઇ રહી છે. જેના કારણે મેચમાં વધારો થયો છે. આ વખતે ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાશે. જેમાં 70 લીગ મેચો રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ શનિવાર, 26 માર્ચથી શરૂ થશે. ફાઈનલ 29 મે 2022ના રોજ રમાશે.
તમને જણાવી દઈએ કે, ચાલી રહેલા સમાચારો અનુસાર, પ્રથમ મેચ ચેન્નાઈ અને કોલકાતામાં રમાવવાની છે. IPLની બે નવી ટીમો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તેમની પ્રથમ મેચમાં એકબીજાનો સામનો કરશે અને આ મેચ 28 માર્ચે વાનખેડે ખાતે રમાશે.
IPL 2022માં હવે 12 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) છે. પ્રથમ ડબલ હેડર 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.જે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. તે જ દિવસે સાંજે બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાવાની છે. આઈપીએલની છેલ્લી લીગ મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 22 મેના રોજ રમાવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં યોજાવાની છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ તમામ ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ટીમોએ જીતેલા ટાઇટલ અનુસાર રેન્કિંગ કરવામાં આવે છે. જે પછી મુંબઈ ઈન્ડિયન્સ MI, કોલકાતા નાઈટ રાઈડર્સ KKR, રાજસ્થાન રોયલ્સ RR, દિલ્હી કેપિટલ્સ ડીસી અને લખનઉ સુપરજાયન્ટ્સ LSG “ગ્રૂપ A” માં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ CSK, સનરાઈઝર્સ હૈદરાબાદ SRH, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCB, પંજાબ કિંગ્સ PK અને ગુજરાત ટાઇટન્સ GT છે. “ગ્રુપ બી” માં મૂકવામાં આવ્યું છે. તમામ ટીમોએ પહેલાની જેમ 14 મેચ રમવાની રહેશે.
