ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ પસંદગી માટે ઉપલબ્ધ થતા પહેલા ત્રણ દિવસની ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવા માટે એક સપ્તાહમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાશે.
હેઝલવુડ પાકિસ્તાન શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. આઈપીએલના એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, હેઝલવુડ આગામી થોડા દિવસોમાં ટીમ સાથે જોડાશે. હેઝલવૂડ પાકિસ્તાન સિરીઝ સમાપ્ત થયા બાદ તેની ફ્રેન્ચાઇઝી આરસીબીમાં સીધો જોડાયો ન હતો. તેણે અંગત કારણોસર થોડો બ્રેક લીધો છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ 6 એપ્રિલ પછી ઉપલબ્ધ થશે હેઝલવુડે અત્યાર સુધી તેની ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી છે. RCB ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર હેઝલવુડના આગમનની રાહ જોઈ રહ્યું છે, જેને મેગા ઓક્શનમાં 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણીનો હિસ્સો રહેલા હેઝલવુડે ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સને તેનું ચોથું ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. જોકે, તેને આવતા થોડા દિવસો લાગશે. હેઝલવુડ 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ માટે ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં જોશ હેઝલવુડ ખૂબ જ ખતરનાક બોલર છે. જોશ હેઝલવુડ પાવરપ્લેથી લઈને ડેથ ઓવર સુધી બોલિંગમાં નિષ્ણાત છે. હેઝલવુડ ગત સિઝનમાં CSKનો ભાગ હતો. ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જ્યાં પણ તેનો ઉપયોગ કર્યો ત્યાં તે સાચો પડ્યો. IPL 2021માં તેણે 9 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રનમાં 3 વિકેટ હતું.