IPL

IPL 2022: સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા ‘ડબલ’ થશે, 50 ટકા ક્ષમતાને મંજૂરી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. મેચમાં દરરોજ મોટો સ્કોર કરવામાં આવી રહ્યો છે અને તેનો પીછો પણ ધમાકેદાર રીતે કરવામાં આવી રહ્યો છે.

ટૂર્નામેન્ટના પ્રથમ સેટની મેચો પૂરી થઈ ગઈ છે અને બીજા સેટ માટે ચાહકો માટે સારા સમાચાર છે. હવે મેચ જોવા માટે સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 25 ટકા દર્શકોની ક્ષમતા સાથે શરૂ થયેલી ટૂર્નામેન્ટને વધારીને 50 કરવામાં આવી છે.

IPLની બાકીની મેચો માટે હવે સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા વધવાની છે. ટૂર્નામેન્ટની ટિકિટ વેચાણ માટેના સત્તાવાર IPL ભાગીદાર બુક માય શોએ માહિતી આપી છે કે હવે મેચની 50 ટકા ટિકિટો વેચવાની મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારે આ માહિતી શેર કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર દર્શકોની ક્ષમતા વધારવામાં આવી છે.

ટિકિટિંગ પાર્ટનર દ્વારા જણાવવામાં આવ્યું છે તેમ, મેચના આગામી સેટની ટિકિટો શરૂ થઈ ગઈ છે, હવે BCCIએ પ્રેક્ષકોની ક્ષમતા 25 થી 50 ટકા વધારવાની જાહેરાત કરી છે, તો અમે ટિકિટના વેચાણની સંખ્યામાં પણ વધારો કરી રહ્યા છીએ. આ સાથે હવે વધુને વધુ દર્શકો સ્ટેડિયમમાં જઈને આઈપીએલનો રોમાંચ માણી શકશે.

આ વર્ષે કોરોનાને કારણે IPL મેચો આખા ભારતમાં ના બદલે માત્ર મુંબઈ અને પુણેના સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહી છે. પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપરાંત, આ મેચો ડીવાય પાટિલ સ્ટેડિયમ નવી મુંબઈ, બ્રેબોર્ન અને વાનખેડે ખાતે યોજાઈ રહી છે.

Exit mobile version