IPL

IPL 2022: વિરાટ કોહલી RCB માટે 7000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

RCBના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2022 ની 67મી લીગ મેચમાં તેની ટીમને ગુજરાત સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોહલીએ પોતાની ટીમને 8 વિકેટે જીત અપાવવા માટે અડધી સદીની ઇનિંગ રમી અને આ મેચમાં સિઝનનો પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. તેણે 54 બોલમાં 2 સિક્સ અને 8 ફોરની મદદથી 73 રન બનાવ્યા હતા. આ ઇનિંગ પછી તેણે કેટલાક ખૂબ જ ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા અને ડેવિડ વોર્નર અને કેએલ રાહુલના રેકોર્ડને પણ તોડી નાખ્યા.

વિરાટ કોહલી RCB માટે 7000 રન પુરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેમાંથી તેણે આઈપીએલમાં જ આ ટીમ માટે 221 મેચમાં 6592 રન બનાવ્યા છે, આ સિવાય તેણે RCB માટે ચેમ્પિયન્સ લીગની 15 મેચમાં કુલ 424 રન બનાવ્યા છે. એટલે કે વિરાટ કોહલીએ આ ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 7,016 રન બનાવ્યા છે.

RCB માટે સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ બેટ્સમેન-

7016 – વિરાટ કોહલી

4522 – એબી ડી વિલિયર્સ

3420 – ક્રિસ ગેલ

Exit mobile version