IPL

ગુજરાત સામેની મેચ પહેલા CSKને મોટો ફટકો, ધોનીનો મેચ વિનર થયો આઉટ

Pic- NDTV Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 શરૂ થવામાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે. લીગની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે છે. ગુજરાત સામેની મેચ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી CSKને મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, CSK ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી આખી સિઝન માટે બહાર થઈ ગયો છે. જોકે, CSKમાં મુકેશના સ્થાને ક્યા ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી નથી.

ડાબોડી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીને CSKએ IPLની મેગા ઓક્શનમાં 20 લાખમાં ખરીદ્યો હતો. IPLની 15મી સીઝનમાં, મુકેશે CSK માટે જોરદાર રમતનું પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 13 મેચમાં 16 વિકેટ લીધી હતી. જો કે તેમ છતાં CSKની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી.

મુકેશ ચૌધરી ગયા વર્ષે વિજય હજારે ટ્રોફીમાં ઈજાગ્રસ્ત થયો હતો. મુકેશ ચૌધરી વિજય હજારે ટ્રોફીની ફાઈનલ બાદથી કોઈ સ્પર્ધાત્મક મેચમાં રમ્યો નથી. આવી સ્થિતિમાં તેનું ન રમવું CSK માટે મોટા ફટકાથી ઓછું નથી.

IPL 2023માં CSK માટે આ બીજો મોટો આંચકો છે. લીગમાં મુકેશ પહેલા ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસનને પણ ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, જેમિસનના સ્થાને CSKએ દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર સિસાંડા મગાલાને ટીમમાં સામેલ કર્યો છે.

Exit mobile version