લખનૌ સુપર જાયન્ટ્સના લેગ-સ્પિનર અમિત મિશ્રા શનિવારે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગાના રેકોર્ડની બરોબરી કરીને આઈપીએલના ઈતિહાસમાં ચોથો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે.
મિશ્રાએ IPL 2023ની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. તેણે ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન અભિનવ મનોહરની વિકેટ લઈને લસિથ મલિંગાના 170 IPL વિકેટના રેકોર્ડની બરોબરી કરી. મિશ્રા લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા પહેલા ડેક્કન ચાર્જર્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યા છે.
અમિત મિશ્રાએ IPLમાં 158 મેચમાં 170 વિકેટ લીધી છે. લીગમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 17 રનમાં 5 વિકેટ છે. લસિથ મલિંગાએ તેની સમગ્ર આઈપીએલ કારકિર્દી દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા 2009 અને 2019 વચ્ચે 122 મેચમાં 170 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી ડ્વેન બ્રાવો IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 161 મેચમાં 183 વિકેટ લીધી છે. અશ્વિન 159 વિકેટ સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. તેણે 137 મેચમાં 177 વિકેટ લીધી છે.
કેપ્ટન હાર્દિક પંડ્યાની સંયમિત અને આક્રમક અડધી સદીની ઇનિંગ્સ અને અનુભવી બોલર મોહિત શર્માની અદ્ભુત છેલ્લી ઓવરને કારણે ગુજરાત ટાઇટન્સે શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સાત રનથી રોમાંચક જીત નોંધાવી હતી.
