દિલ્હી કેપિટલ્સ (DC) એ IPL 2023ની શરૂઆત હાર સાથે કરી હતી. દિલ્હીને તેની પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LCG)ના હાથે 50 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ડીસીએ આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમી હતી.
દિલ્હીની ટીમ હવે મંગળવારે ટુર્નામેન્ટમાં બીજી મેચ રમશે, જેમાં તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે થશે. દિલ્હી આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના ફેન્સ માટે એક મોટી ખુશખબર સામે આવી છે.
જણાવી દઈએ કે, પંત DC vs GT મેચમાં સ્ટેડિયમમાં જોવા મળશે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DGCA) એ સોમવારે આ વાતની પુષ્ટિ કરી છે. DDCA ના જોઈન્ટ સેક્રેટરી રાજન મનચંદાએ ANI ને કહ્યું, “અમારા દર્શકો માટે સારા સમાચાર છે. ઈજાગ્રસ્ત હોવા છતાં ઋષભ પંત આવતીકાલે પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવી રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સનો સ્ટાર છે. મને આશા છે કે પ્રેક્ષકો તેને તાળીઓના ગડગડાટ સાથે આવકારશે કારણ કે તે તેના સાથી ક્રિકેટરોને ટેકો આપવા માટે ઈજા હોવા છતાં બહાર આવી રહ્યો છે.”
અગાઉ 30 માર્ચે ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માએ કહ્યું હતું કે એસોસિએશન ડીસીની હોમ મેચો માટે પંતનું સ્વાગત કરવા તૈયાર છે. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે પણ પંતને ડગઆઉટમાં રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નોંધપાત્ર રીતે, ડીસીના નિયમિત કેપ્ટન પંતનો ડિસેમ્બર 2022માં એક ભયાનક કાર અકસ્માત થયો હતો. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઘણો સમય લાગશે.
IPL 2023: Rishabh Pant to attend Delhi Capitals' first home game against Gujarat Titans, confirms DDCA
Read @ANI Story | https://t.co/IimIF8a0rM
#IPL2023 #DCvsGT #GTvsDC #RishabhPant pic.twitter.com/vCzsY0GSE9— ANI Digital (@ani_digital) April 3, 2023