IPL

ધોની 22 રન બનાવતાની સાથે જ બનાવશે મોટો રેકોર્ડ, પ્રથમ ખેલાડી બનશે

Pic- Rediffmail

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન MS ધોની પાસે શુક્રવારે (31 માર્ચ) ના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની પ્રથમ મેચમાં વિશેષ રેકોર્ડ બનાવવાની તક હશે.

જો ધોની આ મેચમાં 22 રન બનાવી લે છે તો IPLમાં તેના 5000 રન પૂરા થઈ જશે. ધોની આ આંકડા સુધી પહોંચનાર સાતમો ખેલાડી બની જશે. અત્યાર સુધી વિરાટ કોહલી, શિખર ધવન, ડેવિડ વોર્નર, રોહિત શર્મા, સુરેશ રૈના અને એબી ડી વિલિયર્સના નામ સામેલ છે. ધોનીએ 234 મેચની 206 ઇનિંગ્સમાં 39.19ની એવરેજથી 4978 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદી સામેલ છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 84 રહ્યો છે.

350 ચોગ્ગા પૂરા કરવાની નજીક:

જો ધોની 4 ચોગ્ગા ફટકારે તો તે IPLમાં પોતાના 350 ચોગ્ગા પૂરા કરી લેશે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 13 ખેલાડીઓએ 350 કે તેથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.

ભારતીય ક્રિકેટર તરીકે T20માં સૌથી વધુ રન બનાવવાના મામલે ધોની પાસે પાંચમા નંબર પર પહોંચવાની તક છે, આ માટે તેને 106 રનની જરૂર છે. હાલમાં આ રેકોર્ડ રોબિન ઉથપ્પાના નામે છે જેણે 7272 રન બનાવ્યા છે. જ્યારે ધોનીએ 7167 રન બનાવ્યા છે.

Exit mobile version