IPL

આરસીબી પર બેવડી હાર, એક હાર અને કેપ્ટન ફાફ ડુપ્લેસીસ પર દંડ

Pic- The Indian Express

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB માટે સારો દિવસ નહોતો. ટીમને લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો અને તે પછી RCB માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા.

IPLના આયોજકોએ ટીમના કેપ્ટન ફાફ ડુપ્લેસીસ પર ભારે દંડ ફટકાર્યો છે. આ રીતે RCBને બે વખત ફટકો પડ્યો છે.

હકીકતમાં, સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની 15મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ધીમી ઓવર રેટ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને દંડ ફટકારવામાં આવ્યો છે. IPLની 16મી સિઝનમાં પ્રથમ વખત કોઈ ટીમ ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ છે.

આઇપીએલની આચાર સંહિતા હેઠળ લઘુત્તમ ઓવર રેટના ગુનાઓ હેઠળ આ સીઝનનો આરસીબીનો પ્રથમ ગુનો હોવાથી, સુકાની ફાફ ડુપ્લેસીસને રૂ.12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો RCB બીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરશે તો કેપ્ટનને 24 લાખ રૂપિયા અને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીઓ પર 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25-25 ટકાનો દંડ ફટકારવામાં આવશે.

આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી અવેશ ખાને પણ આ મેચમાં IPLની આચાર સંહિતાનો ભંગ કર્યો છે. અવેશ ખાને IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નો ગુનો 2.2 કબૂલ કર્યો છે. તેને માત્ર ઠપકો આપીને છોડી દેવામાં આવ્યો હતો. લેવલ 1નો ભંગ મેચ રેફરીના સુનાવણી અને અંતિમ નિર્ણયને આધીન છે. જીત બાદ તેણે પોતાનું હેલ્મેટ જમીન પર પછાડ્યું હતું.

Exit mobile version