IPLના 15 વર્ષના લાંબા ઈતિહાસમાં લખનૌ સુપર જાયન્ટ્સ ભલે નવી ટીમ હોય, પરંતુ છેલ્લી સિઝનમાં તેણે બાકીની ટીમોને સખત પડકાર આપ્યો હતો. કેએલ રાહુલની કપ્તાની હેઠળ ટીમે પહેલી જ સિઝનમાં એલિમિનેટર સુધીનો પ્રવાસ ખેડ્યો હતો.
એલિમિનેટર મેચમાં તેને RCB દ્વારા 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે ટીમ આ ખામીને દૂર કરવાના ઈરાદા સાથે ઉતરશે.
હરાજીમાં લખનૌ દ્વારા ખરીદાયેલા ખેલાડીઓ:
નિકોલસ પૂરન (રૂ. 16 કરોડ)
જયદેવ ઉનડકટ (રૂ. 50 લાખ)
યશ ઠાકુર (રૂ. 45 લાખ)
રોમારીયો શેફર્ડ (રૂ. 50 લાખ)
ડેનિયલ સાયમ્સ (રૂ. 75 લાખ)
અમિત મિશ્રા (રૂ. 50 લાખ)
પ્રેરક માંકડ (રૂ. 20 લાખ)
સ્વપ્નિલ સિંહ (રૂ. 20 લાખ)
નવીન-ઉલ-હક (રૂ. 50 લાખ)
યુદ્ધવીર ચરક (રૂ. 20 લાખ)
લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો, ટીમ પાસે લીગની સૌથી ખતરનાક ઓપનિંગ જોડી છે. કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક લખનૌ માટે ઓપનિંગ કરશે. જો કે, મોહસીન ખાનના રમવા પર સસ્પેન્સ છે, પરંતુ ટીમે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ:
કેએલ રાહુલ (કેપ્ટન), આયુષ બદોની, કરણ શર્મા, મનન વોહરા, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડા, કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, અવેશ ખાન, મોહસીન ખાન, માર્ક વૂડ, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, નિકોલ્સ પુરન, જયદેવ ઉનડકટ, યશ ઠાકુર, રોમારિયો શેફર્ડ, ડેનિયલ સેમ્સ, અમિત મિશ્રા, પ્રેરક માંકડ, સ્વપ્નિલ સિંહ, નવીન-ઉલ-હક, યુદ્ધવીર ચરક