IPL

IPL: ટિકિટ માટે આવી દિવાનગી નહીં જોઈ હોય! 10 કલાકથી લાઇનમાં ઊભા

Pic- CNBCTV18.com

દરેક ટીમની પોતાની મજબૂત ફેન ફોલોઈંગ હોય છે અને ટીમના ચાહકો પોતાની ટીમ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે અને તેનો જીવંત પુરાવો છે RCBના ચાહકો, જેઓ પોતાની મનપસંદ ટીમની મેચની ટિકિટ મેળવવા માટે 10 કલાક લાઇન ઊભા રહ્યા હતા અને તે પણ રાતના 12 વાગ્યાથી.

@CricCrazyJohns દ્વારા ટ્વીટ કરવામાં આવેલ ક્રિકેટ ફેન્સના ક્યૂની તસવીર, હવે તમે કલ્પના કરી શકો છો કે RCBના ચાહકો તેના માટે શું કરી શકે છે, આનાથી વિશેષ, આ ટીમે આજ સુધી IPL ટ્રોફી ઉપાડી નથી.

PLની સિઝન 16માં સુપર સન્ડે હેઠળ RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ થવાની છે. મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા છે, જેણે પોતાની ટીમ માટે પાંચ વખત ખિતાબ જીત્યો છે, જ્યારે વિજય માલ્યાની ટીમ એટલે કે RCBની કેપ્ટન્સી ફાફ ડુપ્લેસીસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈ અને બેંગ્લોરની મેચ રવિવારે સાંજે 7.30 વાગ્યે બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

Exit mobile version