IPL

IPL: રાશિદ ખાને IPLમાં રચ્યો ઈતિહાસ, આ સિઝનની પહેલી હેટ્રિક લીધી

Pic - The Indian Express

રાશિદ ખાને IPL 2023માં ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાને IPL 2023ની પ્રથમ હેટ્રિક હાંસલ કરી છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને શાર્દુલ ઠાકુરને સતત ત્રણ બોલ પર આઉટ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

IPLમાં રાશિદ ખાનની આ પ્રથમ હેટ્રિક છે, આ સિવાય તે ગુજરાત ટાઇટન્સ માટે હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આ 22મી હેટ્રિક છે. આ સાથે જ રાશિદ ખાન T20માં ચાર હેટ્રિક લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.

રાશિદ ખાને ઇનિંગની 17મી ઓવરના પહેલા ત્રણ બોલમાં વિકેટ લીધી હતી. તેણે પહેલા બોલ પર આન્દ્રે રસેલ, બીજા બોલ પર સુનીલ નારાયણ અને ત્રીજા બોલ પર શાર્દુલ ઠાકુરને પોતાનો શિકાર બનાવ્યો હતો.

રાશિદ ખાન T20માં ચાર હેટ્રિક લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. તેણે અગાઉ અલગ-અલગ લીગમાં ત્રણ હેટ્રિક લીધી હતી.

જોકે, રાશિદ ખાનની હેટ્રિક છતાં ગુજરાત ટાઇટન્સને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં યશ દયાલને સતત પાંચ સિક્સર ફટકારીને ગુજરાત ટાઇટન્સના હાથમાંથી જીત છીનવી લીધી હતી. 205 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમને છેલ્લી ઓવરમાં 29 રન બનાવવા પડ્યા હતા, રિંકુ સિંહે ઐતિહાસિક ઇનિંગ રમીને કોલકાતાને જીત અપાવી હતી.

Exit mobile version