મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનાર બીજો ખેલાડી બન્યો છે.
જમણા હાથનો બેટ્સમેન રોહિત 2011માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયો હતો. ત્યારથી તે ટીમ સાથે જોડાયેલો છે અને 2013થી કેપ્ટન્સી કરી રહ્યો છે. તેના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત ચેમ્પિયન બની છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં કીરોન પોલાર્ડ નંબર વન પર છે. તેણે ફ્રેન્ચાઈઝી માટે 211 મેચ રમી છે. આ દરમિયાન તેણે 3915 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 199 મેચ રમીને 5166 રન બનાવ્યા હતા. સ્ટાર સ્પિનર હરભજન સિંહ આ યાદીમાં ત્રીજા નંબર પર છે, જેણે ફ્રેન્ચાઈઝી માટે 158 મેચ રમી છે. ચોથા નંબર પર અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગા છે, તેણે મુંબઈ માટે 139 મેચ રમી છે.
2013માં રોહિતને કેપ્ટન્સી આપવાનો ફ્રેન્ચાઈઝીનો નિર્ણય સાચો સાબિત થયો હતો. તેની કેપ્ટનશીપમાં ટીમે ઘણી ઊંચાઈઓ હાંસલ કરી હતી. મુંબઈએ 2015, 2017, 2019 અને 2020માં ટ્રોફી જીતી હતી.