IPL

વિરાટ કોહલીએ IPLના નિયમોનું ઉલ્લંઘન કર્યું, BCCIએ આપી સજા

Pic- Gujarati Jagran

IPL 2023ની 24મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCBના બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ કામ નહોતું કર્યું. ટીમ પણ હારી ગઈ, પરંતુ વધુ દુઃખનું કારણ એ છે કે વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

વિરાટ કોહલી પર દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેણે CSK સામેની મેચ દરમિયાન IPLના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બેટ્સમેન વિરાટ કોહલીને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની IPL 2023 ની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે, IPL દ્વારા જારી એક મીડિયા રીલીઝમાં જણાવવામાં આવ્યું છે. મેચ ફીના 10 ટકાનો દંડ લાદવામાં આવ્યો છે. કોહલીએ આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કબૂલ કર્યો છે.

IPL આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. આવી સ્થિતિમાં, તેના પર વધુ સુનાવણી નહીં થાય, પરંતુ તેણે મેચ ફીના 10 ટકા દંડ ભરવો પડશે. જો કે વિરાટ કોહલીને કયા કારણોસર દંડ ફટકારવામાં આવ્યો છે તેની માહિતી સામે આવી નથી. આ મેચમાં વિરાટ કોહલીએ 4 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા અને તે આકાશ સિંહના હાથે બોલ્ડ થયો હતો. બોલે બેટની કિનારી લીધી.

Exit mobile version