IPL

ગુજરાતમાં વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી, મુંબઈ સામે તાકાત બતાવવા બેતાબ

Pic- theprint.in

IPLની શરૂઆત પહેલા જ ગુજરાત ટાઇટન્સ ટીમને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સનો વિસ્ફોટક બેટ્સમેન રોબિન મિન્ઝ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. થોડા દિવસો પહેલા રોબિન મિન્ઝનો બાઇક અકસ્માત થયો હતો.

જે બાદ તેના માટે આઈપીએલ રમવું ઘણું મુશ્કેલ લાગતું હતું. પરંતુ હવે સત્તાવાર રીતે રોબિન મિન્ઝ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ગુજરાતને તેની ટીમના યુવા બેટ્સમેન રોબિન મિન્ઝ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ બાઇક અકસ્માતને કારણે તે આ સિઝનમાં IPLમાં ભાગ લઈ શકશે નહીં.

રોબિન મિન્ઝ આઉટ થતાં ગુજરાતની ટીમમાં યુવા ખેલાડીનો ઉમેરો થયો છે. ગુજરાત ટાઇટન્સની ટીમમાં બીઆર શરથની એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા બીઆર શરથને ગુજરાતની ટીમે IPL માટે સામેલ કર્યો છે. બીઆર શરથ ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક માટે રમે છે.

તેણે અત્યાર સુધી 20 ફર્સ્ટ ક્લાસ મેચમાં 616 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 28 T-20 મેચમાં 328 રન બનાવ્યા છે. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી, જેના માટે ગુજરાત ટાઇટન્સ ટીમે તેનો સમાવેશ કર્યો છે.

Exit mobile version