લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેને શરૂઆતમાં વધારે કામનો બોજ ન લેવાની સલાહ આપવામાં આવી છે.
હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન રાહુલ ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો, તે ત્રીજી મેચ માટે ટીમ સાથે જોડાય તેવી શક્યતા હતી પરંતુ સ્નાયુમાં જકડાઈ જવાને કારણે તે બાકીની મેચોમાં રમી શક્યો ન હતો. રાહુલે NCAમાં આઉટફિલ્ડમાં બેટિંગ, વિકેટ-કીપિંગ ડ્રિલ અને ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે.
પીટીઆઈના પ્રમાણે, એનસીએએ રાહુલને રમવાની મંજૂરી આપી દીધી છે. લખનૌની ટીમ તેની પ્રથમ મેચ 24 માર્ચે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે, તેને શરૂઆતમાં વિકેટકીપિંગ ન કરવાની સલાહ આપવામાં આવી છે અને તે શરૂઆતની મેચોમાં માત્ર બેટ્સમેન તરીકે જ રમશે.
જો કે, લખનૌને તેની વિકેટ ન રાખવાની ચિંતા નથી કારણ કે તેની પાસે દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરનના રૂપમાં બે સારા વિકેટકીપર છે.